ઘટના@મોરબી: પંચિંગ મશીનમાં અચાનક છાતીનો ભાગ આવી જતા યુવાનનું મોત નીપજ્યું
ગંભીર ઈજા પહોંચી હતી.
Updated: Jun 5, 2024, 18:34 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવો બનાવ સામે આવ્યો છે. બીજા બનાવમાં મૂળ ઓડીશાના વતની અને હાલ લજાઈ ગામ નજીક હડમતીયા રોડ પરની પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને કામ કરતા શીબાશંકર ટૂંગ નામનો યુવાન ફેકટરીમાં કામ કરતા હતો.
ત્યારે પંચિંગ મશીનની પ્લેટમાં છાતીનો ભાગ આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.
બનાવને પગલે એ-ડિવિઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને કાગળો કરી ટંકારા પોલીસ સ્ટેશને મોકલતા ટંકારા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.