ઘટના@બોટાદ: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવાપી આપઘાત કર્યો
9 જેટલા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા
Oct 20, 2023, 18:03 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવાપી આપઘાત કર્યો. વ્યાજખોરોના ત્રાસથી એક હિરા દલાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ઘરના મોભીના આપઘાતથી પરિવાર નિરાધાર બન્યો છે. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં 9 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરાયો છે. સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે, હિરા દલાલને દેવું થઇ જતા 9 જેટલા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.
આ રૂપિયાની સમયસર ભરપાઇ પણ કરી દીધી હતી. રૂપિયા આપી દીધા હોવા છતાં વ્યાજખોરો વારંવાર ધમકી આપતા હતા. એટલું જ નહીં વધુ રૂપિયાની માગ કરતા હતા. તેથી વારંવારની હેરાનગતિથી કંટાળી આપઘાત કર્યો છે. સાથે સાથે નવ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરી છે. તો બીજી તરફ મૃતકની પત્નીએ 9 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.