ઘટના@આણંદ: યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું

 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 
 
ઘટના@આણંદ: યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર નવાર મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. આણંદ શહેરમાં રહેતો એક યુવક પોતાના મિત્રો સાથે ગતરોજ બપોરના સમયે પોતાના મિત્રો સાથે વાસદ મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયો હતો તે દરમિયાન અચાનક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ મામલે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરમાં રહેતો 26 વર્ષીય ભાવેશ રવિવારે સાંજે પોતાના મિત્રો સાથે વાસદ મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયો હતો. એવું કહેવાય છે કે, ચાર પૈકી કોઈ એક મિત્રનો જન્મદિવસ હતો તેની ઊજવણીને લઈને તેઓ વાસદ આવ્યા હતા.

દરમિયાન, તે વાસદ મહીસાગર નદીના બ્રિજ નજીક મિત્રો સાથે ન્હાતો હતો તે સમયે અચાનક ભાવેશ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રોએ તેને બચાવવા માટે બુમરાણ મચાવી હતી, પરંતુ એ પહેલાં તો તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી બાજુ આ અંગે વાસદ પોલીસને જાણ થતાં વાસદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક યુવક મહિલા જમાદાર ભારતીબેનનો પુત્ર હોવાનું ખૂલ્યું છે. કે જેઓ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ ઘટનાને લઈને સમગ્ર પોલીસબેડામાં ગમગીની છવાઈ ગઈ છે.