બનાવ@ગુજરાત: યુવાનને જોખમી સ્ટંટ કરવો ભારે પડ્યો,પોલીસે બાઈક કબજે કરી લીધું

પોલીસ ટીમે વિડીયોને આધારે તપાસ ચલાવી
 
બનાવ@ગુજરાત: યુવાનને જોખમી સ્ટંટ કરવો ભારે પડ્યો,પોલીસે બાઈક કબજે કરી લીધું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકો ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કરતા હોય છે.આ સ્ટંટમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેસતા હોય છે. એક બનાવ સામે આવ્યો છે,જેમાં  યુવાન ચાલુ બાઈકે જોખમી સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસની નજરમાં સ્ટંટ કરનાર ઇસમ આવ્યો હતો. પોલીસે સ્ટંટ કરનાર ઈસમને ઝડપી લઈને બાઈક કબજે લઇ લીધું હતું.

મોરબી રાજકોટ હાઈવે પર સ્ત્રી મિત્ર સાથે એક યુવાન હાઈવે પર જોખમી રીતે બાઈક ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેથી એ ડીવીઝન પોલીસ ટીમે વિડીયોને આધારે તપાસ ચલાવી હતી. જેમાં બાઈક રજીસ્ટ્રેશન નંબરને આધારે તપાસ કરતા વિડીયોમાં જોવા મળતો ઇસમ બળવંત ગોવિંદભાઈ ચાવડા રહે નવયુગ સ્કૂલ પાસે, નક્લંગ સોસાયટી શેરી નં ૧ કન્યા છાત્રાલય રોડ મોરબી વાળો હોવાનું ખુલતા આરોપીને ઝડપી લીધો. બાઈક જીજે ૩૬ એએચ ૧૪૨૮ કીમત રૂ ૨૦,૦૦૦ વાળું જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે.