દુર્ઘટના@મોરબી: ગાળા ગામથી શાપર તરફ જતા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો,જાણો વધુ

મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
દુર્ઘટના@મોરબી: ગાળા ગામથી શાપર તરફ જતા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો,જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં દિવસે-દિવસે દુર્ઘટનાઓ ખુબજ વધી રહી છે.ઝડપી ડ્રાઈવિંગ કરવાથી અને દારૂ,બિયર જેવા પીણાંનો નશો કરવાથી દુર્ઘટના સર્જાય છે.હાલમાંજ મોરબીમાં ભયાનક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.કન્ટેનરે એસટી બસને ઠોકર મારતા બસમાં નુકશાન થયું હતું તો બસ પાછળ રહેલ કારમાં પણ નુકશાન થયું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છેમોરબીના નાની વાવડી ગામે મારુતિ ૧ જય મુરલીધર શેરીમાં રહેતા દિલીપભાઈ ભગવાનભાઈ મકવાણા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કન્ટેનર જીજે ૧૨ બીવાય ૮૪૦૪ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી ગાળા ગામથી સાપર જતા રોડ પર સામેથી આવતી એસટી બાદ જીજે 18 ઝેડ ૨૮૦૨ આગળના ભાગે ભટકાડી અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસના ડ્રાઈવર દિલીપભાઈ મકવાણા તથા કંડકટર ને ઈજા પહોચી હતી તો એસટી બાદમાં નુકશાની થઇ હતી તેમજ બસ ભટકાવાથી ધકો લાગતા પાછી પડતા એસટી બસ પાછળ આવતી અર્તીકા કાર જીજે ૨૭ ડીબી ૩૭૩૩ માં નુકશાની તથા કન્ટેનર ચાલક પોતાનું વાહન મૂકી ભાગી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે