બનાવ@સુરત: BRTS ની બસે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે.

એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું 
 
બનાવ@સુરત: BRTS ની બસે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવારનવાર દુર્ઘટનાના બનાવો સામે આવતાજ હોય છે. હાલ સુરતમાંથી હૃદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના  સામે આવી છે.  સુરત ભેસ્તાનના સફારી કોમ્પ્લેક્ષ સામે  BRTS ની બસે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. બસની અડફેટે આવેલા ત્રણેય લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત ત્રણ લોકો પૈકી વધુ ઈજાઓના કારણે એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.