ખળભળાટ@ફતેપુરા: દિગ્ગજ નેતાનાં ગામમાં અનેક રોડ કાગળ ઉપર, 100 કરોડના કૌભાંડની ફરિયાદથી હડકંપ

નાણાંકીય ગેરરીતિ ઢાંકવામાં આવતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે
 
ખળભળાટ@ફતેપુરા: દિગ્ગજ નેતાનાં ગામમાં અનેક રોડ કાગળ ઉપર, 100 કરોડના કૌભાંડની ફરિયાદથી હડકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં વિકાસના કામો એટલા સુપર ફાસ્ટ સ્પીડે અને ધમધોકાર ચાલી રહ્યા પરંતુ કેટલા કામમાં પારદર્શકતા તે અલગ વિષય છે. તો આ પારદર્શકતાને ચેલેન્જ આપતી એક ફરિયાદ સરકારમાં થતાં હડકંપ મચી ગયો છે. જિલ્લાના દિગ્ગજ નેતાના ગામમાં માત્ર રોડ રસ્તામાં 100 કરોડથી વધુનું કૌભાંડ થયાનો આક્ષેપ થયો છે. અરજદારે વિકાસ કમિશ્નર અને વિજિલન્સ કમિશ્નરને પત્ર લખી નાણાંપંચ અને મનરેગાના સીસી રોડ તપાસી કાર્યવાહી કરવા અરજી કરી છે. તેમાં જણાવ્યું છે કે, મોટાભાગના સીસી રોડ કાગળ ઉપર છે અને જેટલા રોડનો કાગળ ઉપર ખર્ચો પાડવામાં આવ્યો તેટલા રોડની સંખ્યા પણ ગામમાં નથી. આવી સ્થિતિમાં ફતેપુરા તાલુકાના આ ગ્રામ પંચાયતના વહીવટ વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે. જાણો આ સ્પેશિયલ રિપોર્ટમાં....

ખળભળાટ@ફતેપુરા: દિગ્ગજ નેતાનાં ગામમાં અનેક રોડ કાગળ ઉપર, 100 કરોડના કૌભાંડની ફરિયાદથી હડકંપ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામમાં ભ્રષ્ટાચારની અનેક અરજી ઉપર તપાસ ચાલુ છે. આ દરમ્યાન વધુ એક ગંભીર અને ચોંકાવનારી ફરીયાદની વિગતો સામે આવતાં હડકંપ મચી ગયો છે. દાહોદ જિલ્લાના મોટા ગજાના અને દિગ્ગજ નેતાજીના ગામમાં માત્ર રોડ કામમાં જ 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતી અરજી થઈ છે. અરજદારે વિજિલન્સ અને વિકાસ કમિશ્નરને ફરિયાદ કરી છે કે, સાગડાપાડા ગ્રામ પંચાયતમાં છેલ્લા 6 વર્ષ દરમ્યાન 13, 14 અને 15 માં નાણાંપંચના કુલ 36 સીસી રોડ તેમજ આ સમય દરમ્યાનના મનરેગાના 16 સીસી રોડ સરકારી ગ્રાન્ટથી બનાવવામાં આવ્યા છે. પરંતુ સરકારી રેકર્ડ ઉપર બતાવેલ ગામમાં ફળિયા વાઇઝ અને ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો કુલ 52 સીસી રોડની જગ્યાએ ગણીને 16 સીસી રોડ છે. અરજદારે ફરિયાદમાં જણાવ્યું કે, નથી બનાવેલ સીસી રોડમાં સાગડાપાડા ગ્રામ પંચાયતના સત્તાધીશોએ 100 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. નીચેના ફકરામાં વાંચો વધુ ચોંકાવનારી વિગતો.

ખળભળાટ@ફતેપુરા: દિગ્ગજ નેતાનાં ગામમાં અનેક રોડ કાગળ ઉપર, 100 કરોડના કૌભાંડની ફરિયાદથી હડકંપ


સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારે અરજી સાથે સાગડાપાડા ગ્રામ પંચાયતે મનરેગા હેઠળ અને નાણાંપંચ હેઠળ જે સીસી રોડનો ખર્ચ કર્યો તેના બીલો સહિતની વિગતો પણ કમિશ્નરને જણાવતાં ખળભળાટ મચી ગયો છે. અરજદારના દાવા મુજબ કાગળ ઉપર બતાવેલ કુલ 52 સીસી રોડ થાય તેટલી જગ્યા તપાસો તો પણ કૌભાંડ ઝડપાઈ જાય તેમ છે. આટલું જ નહિ, અરજદારે કહ્યું છે કે, તાલુકામાંથી કે જિલ્લામાંથી મનરેગાના સીસી રોડની વિઝીટ કે તપાસ આવે ત્યારે નાણાંપંચ જવાબદારો ખૂટતાં રોડ બાબતે નાણાંપંચના સીસી રોડ બતાવી દે છે. આવી રીતે નાણાંપંચના સીસી રોડની વિઝીટમા મનરેગાના સીસી રોડ બતાવી કૌભાંડ/ઉચાપત/નાણાંકીય ગેરરીતિ ઢાંકવામાં આવતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે.