હડકંપ@ફતેપુરા: 20% નાણાંપંચ હેઠળ આ ગામે લખલૂંટ ફાળવણી? બોગસ કામમાં નાણાં ચૂકવ્યાની બૂમ

તાલુકા પંચાયતના વહીવટ મામલે અગાઉ ભ્રષ્ટાચારની ગંધ આવતું રેકોર્ડિંગ વાયરલ થયા બાદ ચકચાર મચી છે.
 
હડકંપ@ફતેપુરા: 20% નાણાંપંચ હેઠળ આ ગામે લખલૂંટ ફાળવણી? બોગસ કામમાં નાણાં ચૂકવ્યાની બૂમ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ફતેપુરા તાલુકા પંચાયતના વહીવટ મામલે અગાઉ ભ્રષ્ટાચારની ગંધ આવતું રેકોર્ડિંગ વાયરલ થયા બાદ ચકચાર મચી છે. જોકે તેનાથી જૂની પણ મક્કમ ચકચાર એક ગામમાં ભયંકર નાણાં ફાળવવા બાદ થયેલ કથિત ભ્રષ્ટાચાર ઉપર છે. નળવા ગામે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં લખલૂંટ ગ્રાન્ટની ફાળવણી અને તેમાં અનેક કામો અન્ય યોજનામાં થયેલા છતાં તેના બીલો મૂકી ચૂકવણી કમ કથિત ઉચાપતની રાળ મચી છે. ચેકવોલ, સીસી રોડ, કૂવા સહિતના કામો બીજી યોજનામાં પૂર્ણ થયેલા અને તે કામોને 20% તાલુકા નાણાંપચ હેઠળ બતાવી બેફામ અને નિર્ભય ભ્રષ્ટાચાર થયાની ગામમાં બૂમરાણ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ.


ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી સભ્ય તરીકે નળવા ગામનું પ્રતિનિધિત્વ પણ કરે છે. હવે સભ્ય દરમ્યાન તો 20% નાણાંપચ હેઠળ લાખો રૂપિયાની ફાળવણી થઈ તે સ્વાભાવિક છે પરંતુ પ્રમુખ તરીકેના સમયગાળા દરમ્યાન ખૂબ મોટાપ્રમાણમાં નળવા ગામે કાગળ ઉપર થોકબંધ કામોની મંજૂરી આપી હતી. ગામલોકોના દાવા મુજબ જે પ્રમાણે નાણાંપંચ હેઠળ કામો અને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે મુજબ જમીન ઉપર હકીકતમાં કામો પૂર્ણ થાય તો ગોકુળિયું બની જાય તેમ છે. જોકે આ અંદાજ કેમ સર્જાયો તે જાણતાં ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે તેમાં ભ્રષ્ટાચારની ગંધ છે. માતા ફળિયામાં ચેકવોલ મનરેગા હેઠળ છતાં નાણાંપચ હેઠળ? નળવા ફળિયા ઘુઘસ ગામ જતા માર્ગ ઉપર સીસી રોડ નરેગા અને નાણાંપચ હેઠળ? માતા ફળિયામાં કૂવાનુ કામ મનરેગા અને નાણાંપચ હેઠળ? જો છેલ્લા 3 વર્ષના એકમાત્ર 20% નાણાંપંચના કામો તપાસવામાં આવે તો ભયંકર ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના મહિલા ટીડીઓ કોઈનેપણ અને કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર કરવા દેતાં નથી એટલે ભ્રષ્ટાચારીઓને ઉંઘ આવતી નથી. જોકે ભ્રષ્ટાચારી ટોળકીએ અગાઉના સમયમાં કર્મચારીઓ ઉપર જોહુકમી અને રાજકીય દમ વાપરી બેફામ બોગસ બીલો પાસ કરાવી જેમ કે, છાપરાંને સ્થાને મહેલ જેવી ઐયાસી મેળવી છે. જો નળવા ગામે છેલ્લા બેથી ત્રણ વર્ષના તાલુકા 20% ટકા નાણાંપંચના કામો સંપૂર્ણ તટસ્થ રીતે અને સંપૂર્ણ ગુણવત્તા બાબતે તપાસવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. જેટલો સમય બાકી એટલામાં થાય તેટલું કરી નાખવા ભ્રષ્ટાચારી મુખિયા અને ટોળકી મથામણ કરી રહી પરંતુ જાંબાઝ મહિલા ટીડીઓ અને કડકછાપ ધરાવતાં ડીડીઓને કારણે ભ્રષ્ટાચારીઓના દાવ ઉંધા પડી રહ્યા છે. વધુ બીજા રીપોર્ટમાં જાણીએ.