વેપાર@દેશ: શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થતા પણ ગૃહિણીઓને રાહત નહીં

ગૃહિણીઓને રાહત નહીં
 
અમદાવાદ: પૉશ વિસ્તારમાં શાકભાજી વેચનારનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં વરસાદની ઋતુ ચાલી રહી છે. જેને કારણે શાકભાજીના પાકમાં ઉત્પાદન વધ્યું છે. રાજ્યના વિવિધ એપીએમસી માર્કેટમાં શાકભાજીનો જમાવડો થયો છે, જેને કારણે ત્રણ દિવસ અમદાવાદ શહેરના જમાલપુરના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

ગઈકાલથી શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો માત્ર હોલસેલરો માટે ફાયદારૂપ સાબિત થઈ રહ્યો છે. કેમ કે, હોલસેલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ છુટક વેપારીઓ ગ્રાહકો પાસેથી જૂના ભાવ જ વસુલી રહ્યાં છે. છુટક વેપારીઓ ભાવમાં ઘટાડો ન કરતા હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

હાલ અમદાવાદ એપીએમસી માર્કેટમાં રોજની 500 જેટલા નાના-મોટા ખટારામાં શાકભાજીનો જથ્થો આવે છે. અમદાવાદ શહેરમાંથી પણ આસપાસના તાલુકાઓમાં શાકભાજીનો જથ્થો પહોંચી રહ્યો છે.