બનાવ@વડોદરા: આંતરિક વિખવાદમાં બે પરિવારો વચ્ચે જાહેરમાં મારામારી થઇ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 પોલીસે આ મામલે ગુનો દાખલ કરી બે વ્યક્તિની અટકાયત
 
બનાવ@વડોદરા: આંતરિક વિખવાદમાં બે પરિવારો વચ્ચે જાહેરમાં મારામારી થઇ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આંતરિક વિખવાદમાં બે પરિવારો વચ્ચે જાહેરમાં મારામારી થઇ છે. પહેલા માંજલપુર પોલીસ મથકની હદમાં મારામારી થઇ હતી. જે પછી ઇજાગ્રસ્તોને SSGમાં લાવ્યા બાદ હોસ્પિટલમાં પણ મારામારી થવાની ઘટના સામે આવી છે. બોલાચાલી બાદ બંને પરિવારના સભ્યોનો એકબીજા પર જીવલેણ હુમલો થયો હતો.

ઘટના કંઇક એવી છે કે વડોદરાના કલાલીમાં બે પરિવાર વચ્ચે આંતરિક વિખવાદ મામલે ઝઘડો થયો હતો. જે પછી બંને પરિવાર ઉગ્ર થઇ ગયા હતા અને મારામારી પર આવી ગયા હતા. ટ્રેક્ટરના હપ્તાને લઇને થયેલા વિખવાદે ઉગ્ર રૂપ ધારણ કરતા એક બીજા પર હથિયાર લઇને તુટી પડ્યા હતા. બે વ્યક્તિ પર તલવારથી હુમલો કરાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.