બનાવ@મહેસાણા: પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી

 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો
 
બનાવ@મહેસાણા: પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે. હાલમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાંથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.  વિસનગર તાલુકાના ગોઠવા(કંકુપુરા)માં રહેતી 19 વર્ષીય પરિણીતાએ  કોઇ કારણોસર ઉભા ખાટલા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લેતાં તેણીને સારવાર અર્થે લાવવામાં આવી હતી જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. જ્યાં ડભોડામાં રહેતા યુવતીના પરિવારજનોને તેમની દીકરીનું મોત શંકાસ્પદ લાગતાં પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતની નોંધ વધુ મૃતદેહને અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ખેરાલુના ડભોડા ગામના 19 વર્ષીય કિંજલબેનના લગ્ન વિસનગર તાલુકાના ગોઠવા ના (કંકુપુરા) ખાતે રહેતા અજયભાઈ ઠાકોર સાથે થયા હતા.જ્યાં કિંજલબેન 15 દિવસથી સાસરીમાં હોવાથી તેમની માતાએ 27 માર્ચની રાત્રે તેણીને ફોન કરતાં કિંજલબેને મારા પતિ વાઘાજીપૂરા ગયા છે અને મને નથી લઈ ગયા એમ કહી ફોન મૂકી દીધો હતો. જ્યાં મોડી રાત્રે કિંજલબેનએ કોઇ કારણોસર ઊભા ખાટલા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે નૂતન જનરલ હોસ્પિટલમાં લાવવામાં અાવી હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં ડભોડા તેમના પરિવારજનોને જાણ કરાતાં તેના પિતા છગનજી ઠાકોર સહિતના દોડી અાવ્યા હતા.