વરસાદ@સુરત: વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો

ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.
 
વરસાદ આગાહી 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લાંબા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. સુરત શહેરના વાતાવરણમાં બપોરે બાદ અચાનક જ પલટો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. બપોર બાદ આવેલા પલટાના કારણે કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક ઇંચ ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની સામે ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા.

હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બપોરે બાદ અચાનક જ સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતું. અચાનક ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો અટવાયા હતા. વરસતા વરસાદથી બચવા બ્રિજનો સહારો લીધો હતો.

સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જ્યારે વેસુ વિસ્તારમાં મહાવીર યુનિવર્સિટી સામે ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની વરસાદની આગાહી કરવામાં આવી છે.