બનાવ@સુરત: ઓઇલ ટેંકમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર આગના બનાવો સામે આવતા હોય છે. સુરત જિલ્લાના ઓલપાડના કુડસદ GIDCમાં એક મિલના ધાબા પર મૂકવામાં આવેલા ઓઇલ ટેંકમાં આગ લાગી હતી. સ્થળ પર પહોંચેલ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. જેને લઇને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરત જિલ્લામાં એક પછી એક આગની ઘટના બની રહી છે. ત્યારે આજરોજ વધુ એક આગની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામની જીઆઈડીસીની એક મિલમાં આગની ઘટના સામે આવી હતી. મિલના ધાબા પર મૂકવામાં આવેલ ઓઇલ ટેન્કમાં ઓઇલ લીકેજ થતાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.
હાજર કામદારોએ આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ સુમિલોન ફાયર વિભાગને થતા ફાયર ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. બનેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. જેને લઇને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.