રીપોર્ટ@બનાસકાંઠા: વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા

પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી
 
રીપોર્ટ@બનાસકાંઠા: વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છાપીમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. અજાણ્યા લોકોએ શાંતિ ડહોળવા માટે થઈને આ વિવાદીત પોસ્ટર લગાવ્યા હોવાનુ પ્રાથમિક રીતે લાગ્યા છે. વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે.

પોલીસ હાલ તો આ પોસ્ટર દૂર કરી દઈને તેને ચીપકાવનારા લોકોની શોધખોળ શરુ કરી છે. પોલીસે આ માટે આસપાસના વિસ્તારના CCTV સહિત ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ શરુ કરી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે આ પહેલા પણ આવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. હવે બનાસકાંઠા જિલ્લામાં આવા પોસ્ટર લાગવાને લઈ પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.