ધમકી@અમદાવાદ: 10 સ્કૂલ-મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, જાણો સમગ્ર મામલો

સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા ફાયર વિભાગ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને પોલીસની ટીમ અલગ અલગ સ્કૂલો પર પહોંચી છે. ઝાયડસ સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા છે. મોટાભાગની પશ્ચિમ વિસ્તારની સ્કૂલને ધમકી મળી છે. ઇમેલમાં સ્કૂલ ઉપરાંત દિલજીત દોસાતનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ થવાનો છે તેનો પણ ઉલ્લેખ કરીને બોમ્બ ઉડાવાની ધમકી આપી છે.

'અમદાવાદ ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ' લખીને મેઈલ કર્યો છે. જેમાં ગુજરાતની સ્કૂલને 11:11એ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 1 નવેમ્બરે JLN સ્ટેડિયમ દિલ્હી કે જ્યાં દિલજીતની કોન્સર્ટનો ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી છે.

આ સ્કૂલોનો બોમ્બની ધમકી મળી

ઝાયડસ સ્કૂલ, વેજલપુર

બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ

SGVP સ્કૂલ,છારોડી

સંત કબીર સ્કૂલ

એશિયા સ્કૂલ, ડ્રાઈવ ઇન રોડ

એચ.બી કે સ્કૂલ, મેમનગર

વિદ્યાર્થીઓને વાલીઓને બોલાવીને સોંપવા DEOની સૂચના

DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે. સ્કૂલમાં પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢીને વાલીઓને સોંપવા સૂચના આપવામાં આવી છે.

વાલીએ ભાસ્કરને કહ્યું હતું કે, શાળા દ્વારા દીકરીને ઘરે લઈ જવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો. જેથી હું અત્યારે શાળાએ આવીને તેને ઘરે લઈ જઈ રહ્યો છું. જ્યારે જ્યારે આવા મેસેજ મળે કે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તો ડર લાગતો હોય છે. શું થશે? શું થયું હશે તેવો ડર લાગતો હોય છે.