રિપોર્ટ@અમદાવાદ: કૉંગ્રેસના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી મળી, જાણો વધુ વિગતે
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે
Jun 11, 2024, 09:27 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ધમકીના કેટલાક કેસો સામે આવતા હોય છે. અમદાવાદના જમાલપૂરના કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
તેમના ઘરની બાજુમાં ઓફિસ ધરાવતા યુવકે મકાન બનાવવાની બાબતે ખેડાવાલાની ભત્રીજી સાથે બોલચાલી કરીને કહ્યું હતું કે, હું સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઇશ. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.