ધમકી@ગુજરાત: હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી, જાણો વધુ વિગતે

સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 
 
ધમકી@ગુજરાત: હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત હાઇકોર્ટ અને રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.આ ધમકી LTTE દ્વારા આપવામાં આવી છે. તેમજ તમામને એક જ પેટર્નથી આ ધમકીઓ આપી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે.

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે, કોર્ટના ઓફિશિયલ મેઈલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો. જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેઈલ તપાસ્યો, ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી છે. આ અંગે કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી છે. કંટ્રોલ દ્વારા યુનિવર્સિટી પોલીસ તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે.

મેઈલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી. જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને મેઈલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા. જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.