ક્રાઈમ@હળવદ: સરંભડા ગામે ત્રણ શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરતા દોડધામ મચી
કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે તેમ કહી ત્રણ શખ્સોએ યુવાનને છરીના ધા માર્યા
Aug 13, 2023, 17:42 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અત્યારે લોકો નાની-નાની વાતમાં ઝગડી પડે છે,અને એક બીજા પર જીવલેણ હમલો કરે છે.લોકો એક બીજા પર છરી,ધારિયું,તલવાર જેવા શસ્ત્રો વડે હુમલો કરે છે.આવીજ એક જીવલેણ ઘટના સામે આવી છે.જે હળવદના સરંભડા ગામની છે.હળવદના સરંભડા ગામની સીમમાં રહેતા સંજયભાઈ ભરતભાઈ ડઢૈયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સંજયભાઈને આરોપી અક્ષયભાઈ સુરેશભાઈ બાવળિયા એ કહેલ કે મારી કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે તેમ કહી આરોપી અક્ષયભાઈ સુરેશભાઈ બાવળિયા, અનિલભાઈ ધીરુભાઈ ઉધરેજા અને રમણીકભાઈ જગાભાઈ બાવળિયા એ સંજયને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી આરોપી અક્ષયએ છરી વડે પેટના ભાગે એક ધા મારી કરી બાજુમાં તથા છાતીના ભાગે એક ધા કરી પાંસળીમાં ફેકચર કરી તેમજ ગંભીર ઈજાઓ કરી હોવાની ફરીય હળવદ પોલીસમાં નોંધાઈ છે