દુર્ઘટના@ખેડા: ત્રિપલ સવારીમાં જતા કાકા-ભત્રીજા સહિત અન્ય યુવકને અકસ્માત નડ્યો , 3 લોકોના મોત
બાઈકચાલકે કાબુ ગુમાવતા ઘટના બની
Nov 21, 2023, 19:07 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડામાં ત્રિપલ સવારીમાં જઈ રહેલા કાકા-ભત્રીજા સહિત અન્ય યુવકને અકસ્માત નડ્યો હતો. બાઈક ગટરમાં ઘુસી જતા ત્રણેયના મોત મોત નિપજ્યા છે. ખેડાના પીજ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. રોડ પર વળાંકમાં બાઈક પુરઝડપે જઈ રહી હતી એ દરમિયાન બાઈકચાલકે કાબુ ગુમાવતા ઘટના બની હોવાનુ પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે અક્સ્માત સર્જાયો હોવાનુ પોલીસનું પ્રાથમિક અનુમાન છે. બાઈક સવાર વડતાલથી બામરોલી જઈ રહ્યા હતા. ભોગ બનનાર ત્રણેય વ્યક્તિ મૂળ વડતાલના રહેવાસી છે.

