આરોગ્ય@ગુજરાત: પનીરનું વેચાણ કરતી ત્રણ દુકાનના લાયસન્સ થયા રદ્,જાણો વિગતવાર
- આરોગ્ય વિભાગે 21 વિક્રેતા પાસેથી નમૂના લીધા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના લોકો પનીર ખાતા પહેલા સાચવેતી જરૂર રાખજો નહિ તો શરીર ને થઇ સકે છે નુકશાન. એપ્રિલ, મે અને જૂનમાં લેવાયેલા પનીરના નમૂના ફેલ થયા છે. તેમાં આરોગ્ય વિભાગે ત્રણ દુકાનના લાયસન્સ રદ કર્યા છે.સતત 15 દિવસથી પનીર વિક્રેતાને ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે.આરોગ્ય વિભાગે 21 વિક્રેતા પાસેથી નમૂના લીધા છે. જેમાં 3 દુકાનદારો પાસે લાયસન્સ ન હોવાથી વેચાણ બંધ કરવામાં આવ્યું છે. શહેરમાં અખાદ્ય પનીરની ચકાસણી કરવા ખોરાક શાખાના સાગમટે છાપો માર્યો છે. તેમાં પનીરના લીધેલા નમુનાનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા ત્રણ દુકાનના લાયસન્સ રદ કરાયા છે. સતત 15 દિવસથી પનીર વેચતા વિક્રેતાઓ અને ઉત્પાદકોને ત્યાંથી નમુના લેવાય છે.ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ કુલ 21 પનીરના નમુના લીધા હતા. તેમજ ત્રણ દુકાનદાર પાસે લાયસન્સ નહીં હોવાથી પનીરનું વેચાણ બંધ કરાવ્યું છે. ખોરાક શાખાએ એપ્રિલ, મે અને જૂન મહિનામાં પનીરના સેમ્પલો લીધા હતા.