આપઘાત@ડાકોર: યુવાનના માનસિક ત્રાસથી કંટાળી એક યુવતીએ ગળાફાંસો જીવન ટૂંકાવ્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડાકોરના પોલીસ કર્મીની યુવાન દીકરીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આણંદના ચાંગાના વિધર્મી યુવાને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પરંતુ યુવતીએ આ સંબંધ તોડી નાંખતા યુવાન તેને હેરાન પરેશાન કરતો હતો. જેથી કંટાળીને આ યુવતીએ આપઘાત કર્યાનું સામે આવી રહ્યુ છે.
પોલીસે આ મામલે ફરિયાદના આધારે વિધર્મી યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડાકોર પોલીસ લાઈનમાં રહેતા રણજીતસિંહ બળવતસિંહ બારૈયા મૂળ મહીસાગર જીલ્લાના કંતાર ગામના છે. તેમની પુત્રી છેલ્લા ચાર વર્ષથી નડિયાદની એક કોલેજમાં બી.એસ.સી, નર્સીંગમાં અભ્યાસ કરતી હતી. રણજીતસિંહ પરિવાર સાથે કુટુંબમાં લગ્ન પ્રસંગ હતો તેથી પોતાના વતનમાં ૧૧ અને ૧૨ મેના રોજ ગયા હતા. હિન્દુ યુવતીને પરીક્ષા હતી તેથી તે ઘરે જ રોકાઈ હતી. આ દરમિયાન તેને પોતાના મકાનમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવની જાણ રણજીતસિંહને થતા તેઓ ડાકોર ખાતે દોડી આવ્યા હતા.