વેપાર@અમદાવાદ: માર્કેટ યાર્ડમાં વટાણા, લસણ,ચોળી, ગવાર, ભીંડા, લીંબુનાં ભાવમાં વધારો થયો
મેથી, ટામેટા, આદુ સહિતનાં શાકભાજીનાં ભાવમાં ઘટાડો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શાકભાજીના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે અમદાવાદના એપીએમસી શાકભાજી માર્કેટમાં મોટાભાગના શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો હતો.
અમદાવાદમાં આવેલા શાકભાજી માર્કેટમાં તુવેર, વટાણા, લસણ, ચોળી, ગુવાર, કોથમીર, ભીંડા, મરચા, લીંબુ, કોબીજ વગેરેના ભાવમાં વધારો નોંધાયો હતો. જ્યારે મેથી, ટામેટા, આદુ, ફૂદીનો સહિતનાં શાકભાજીનાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો તથા ડુંગળી, દૂધીના ભાવમાં કોઈ બદલાવ નોંધાયો નથી.
દરેક શાકભાજીના ભાવ 1 ક્વિન્ટલ મુજબ જોવા જઈએ તો વટાણાનો ઊંચો ભાવ 17,000 રૂપિયા અને નીચો ભાવ 13,500 રૂપિયા નોંધાયો હતો. સૂકા લસણનો ઊંચો ભાવ 16,000 રૂપિયા અને નીચો ભાવ 8000 રૂપિયા નોંધાયો હતો. ચોળીનો ઊંચો ભાવ 12,000 રૂપિયા જ્યારે નીચો ભાવ 4000 રૂપિયા નોંધાયો હતો.
આદુનો 10 કિલોનો ઊંચો ભાવ 850 રૂપિયા અને નીચો ભાવ 800 રૂપિયા નોંધાયો હતો. લીંબુનો 10 કિલોનો ઊંચો ભાવ 600 રૂપિયા અને નીચો ભાવ 300 રૂપિયા નોંધાયો હતો. ગુવારનો 10 કિલોનો ઊંચો ભાવ 850 રૂપિયા અને નીચો ભાવ 400 રૂપિયા નોંધાયો હતો.
આ સિવાય મરચાનો ઊંચો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો અને નીચો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. રીંગણનો ઊંચો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો અને નીચો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. ભીંડાનો ઊંચો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો અને નીચો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. દુધીનો ઊંચો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો અને નીચો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો.
જ્યારે 1 કિલો મુજબ તુરીયાનો ભાવ 25 રૂપિયા, ટામેટા 8 રૂપિયા, કારેલા 23.5 રૂપિયા, બટાકા 9 રૂપિયા, ગાજર 18.5 રૂપિયા અને કોબીજ 13.5 રૂપિયા ભાવ નોંધાયો હતો.