વેપાર@અમરેલી: આજે કપાસનો ભાવ 1300 રૂપિયાથી લઇને 1,500 રૂપિયા બોલાયો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત એ કૃષિ પ્રદાન દેશ છે. મોટા ભાગના લોકો ખેતી કરીને પોતાનું જીવન ચલાવતા હોય છે.
મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. આજે અમરેલી યાર્ડમાં મોટી મગફળીનાં 1,500 રૂપિયા ભાવ રહ્યો હતો.આજે સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 1300 રૂપિયાથી લઇને 1,500 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 9,000 મણની કપાસની આવક થઇ હતી.
સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 461 રૂપિયાથી લઇને 564 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 470 રૂપિયાથી લઇને 585 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 190 મણની આવક નોંધાય હતી.
યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2,800 રૂપિયાથી લઇને 3,251રૂપિયા નોંધાયો હતો. યાર્ડની તલ કાળાનો ભાવ 3,000 રૂપિયાથી લઇને 3,400 રૂપિયા ભાવ બોલાયો હતો. આજે યાર્ડમાં 30 મણ તલની આવકનો થઈ હતી. આજે ચણાના 975થી લઇને 1,180 રૂપિયા ભાવ બોલાયો હતો. સોયાબીનનો ભાવ 675 થી લઇને 836 રૂપિયા બોલાયો હતો અને 450 મણની આવક નોંધાઈ હતી.