વેપાર@ગુજરાત: સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજની કિંમત

ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે.
 
વેપાર@ગુજરાત: સોના-ચાંદીનાં ભાવમાં ગાબડું, સોનું 60,000ની નીચે પહોંચ્યું, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના અને ચાંદીના ભાવમાં વધારો  ગટાડો જોવા મળતો જ હોય છે. સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો તમારે સૌથી પહેલા બંનેના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે તમે સાચી જગ્યાએ જ પહોંચ્યા છો. આ શરૂઆતના અઠવાડિયાથી આજે છેલ્લો દિવસ છે. 

ત્યાં સુધીની જો વાત કરવામાં આવે તો સોના ચાંદીમાં એક દિવસ વધારો થાય તો એક દિવસ ઘટાડો થાય ત્યારે આજે સોના ચાંદીનો ભાવ શું છે આજે વધારો થયો છે કે ઘટાડો તેના પર આપણે નજર કરીએ.આજરોજ શુક્રવારના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 100 ના ઘટાડા સાથે સોનું 57,550 પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે.

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 110 રૂપિયાના ઘટાડા સાથે સોનું 62,780 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ છે.જ્યારે ચાંદીના ભાવની પણ મિત્રો વાત કરવામાં આવે તો આજરોજ શુક્રવારના રોજ ચાંદીના ભાવમાં 700 નો અધધ મોટા ઘટાડા સાથે ચાંદી પંચોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો ની સપાટીએ પહોંચ્યું છે.

આજની તુલનામાં 21 ફેબ્રુઆરી મતલબ કે ગુરૂવારના રોજની વાત કરવામાં આવે તો ત્યારે ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો હતો અને ચાંદી 75,700 ની સપાટીએ પહોંચ્યું હતું. ઉપર જણાવેલા સોનાને ચાંદીના ભાવ ગુડ રીટન્સ વેબસાઈટની મુજબ છે જેની આપણે ખાસ નોંધ લેવી.