વેપાર@ગુજરાત: કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 100 રુપિયાનો વધારો ,જાણો વિગતે
15 કિલોના ડબ્બાનો ભાવ વધીને 1610 રુપિયાએ
Updated: Nov 4, 2023, 14:03 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીના તહેવાર પહેલા જ કપાસિયા તેલના ભાવમાં ભડાકો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 100 રુપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ વધીને 1610 રુપિયાએ પહોંચ્યો છે તો દિવાળી બાદ લગ્નની સિઝન હોવાથી આગામી સમયમાં હજી પણ ભાવ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તો બીજી તરફ લગભગ 10 દિવસ પહેલા સિંગ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. તેમજ ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2750થી 2800 સુધી પહોંચ્યો છે.તેમજ છેલ્લા દોઢ મહિનામાં સીંગતેલના ભાવમાં રૂપિયા 300થી 350 સુધીનો ઘટાડો થયો છે. કારણ કે બજારમાં મગફળીની પુષ્કળ આવક થતા ઓઇલ મિલો ફરીથી ધમધમતી થઇ છે.