દુર્ઘટના@ભાવનગર: ટ્રેલર પાછળ બોલેરો અચાનક ઘૂસી જતા 6 લોકોના મોત
પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે.
Updated: Oct 6, 2026, 11:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના ત્રાપજ પાસે ગંભીર અકસ્માત થયો છે. ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી જતા 6 લોકોના મોત થયા છે. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના કોઈ બે પ્લોટનો સ્ટાફ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્માતમાં વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ, યોગેશભાઈ એમ છ લોકોના મોત થયા છે. જ્યારે ઇજાગ્રસ્ત જયેશભાઈ નામની વ્યક્તિને ગંભીર હાલતે પ્રથમ ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

