દુર્ઘટના@મહેસાણા: જર્જરિત દીવાલ 6 વર્ષના બાળક પર તૂટી પડતા મોત નીપજ્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જીલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પટાવાળાની ચાલમાં બાળક ઘરે જતી વખતે જર્જરિત દિવાલ તૂટી પડી હતી. મહેસાણા મહેસાણામાં હૈદરીચોક રોડ સ્થિત તાલુકા પંચાયત સામે આવેલા કબ્રસ્તાનની પાછળની જર્જરિત દીવાલ રવિવારે સાંજે વરસાદમાં પસાર થતાં 6 વર્ષના બાળક પર તૂટી પડતા દટાઇ ગયો હતો,
દિવાલ પડવાના અવાજથી પટાવાળાની ચાલથી દોડી આવેલા લોકોએ મલબો ખસેડી બાળકને બહાર કાઢી રીક્ષામાં સિવીલ હોસ્પિટલ લઇ ગયા હતા.જોકે બાલવાટીકામાં ભણતા આ બાળકનું કરૂણ મોત નીપજ્યુ હતું અને વિસ્તારના લોકોમાં આ જર્જરિત દિવાલને લઇને ફીટકાર સર્જાઇ હતી.
બળદેવભાઇ દેવીપૂજકે કહ્યુ કે,અમે બધા પટવાની ચાલી વિસ્તારમાં રહીએ છીએ. મારા ઘરે થી 6 વર્ષનો પૌત્ર રૂદ્ર નીકળ્યો હતો અને સાંજે 7 વાગ્યાના અરસામાં તેના ઘરે જતો હતો અને વરસાદ હતો.
દિવાલ નમેલી હતી અને ત્યાં આગળથી નિકળતા દિવાલ પૌત્ર ઉપર પડતા તે દબાઇ ગયો હતો. અમે આ કબ્રસ્તાની જર્જરિત જોખમી દિવાલ અંગે ઘણીવખત સંચાલકોને રજુઆતો કરી હતી ત્યારે આ લોકો જોઈ જતા હતા પણ દિવાલનું જોખમ દૂર કરવા કોઇ આવતુ નહોતું.

