દુર્ઘટના@ગોંડલ: એક્ટિવા અને બસ વચ્ચેના ભયાનક અકસ્માતમાં 1 નું મોત અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  ગોંડલના સબજેલ પાસે એક્ટિવા અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.  વિજયનગરથી એક્ટિવા પર બન્ને સગા બહેનો શિવરાજગઢ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. શીતલબેન અને વર્ષાબેન બન્ને સગા બહેનો વિજયનગરથી એક્ટિવા પર શિવરાજગઢ બેંકના કામે જતા હતા.

તે દરમ્યાન એક્ટિવા ચાલક મહિલા પાછળથી આવતી બસને જોઈ સાઈડમાં એક્ટિવા ઉભું રાખ્યું હતું અને એસ.ટી. બસની કેરિયરના પાછળના ભાગે એક્ટિવા ચાલકને હડફેટે લેતા બંને મહિલાઓ ફંગોળાઈ હતી. જેમાં અકસ્માતમાં એક્ટિવા પાછળ બેઠેલ વર્ષાબેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન 44 વર્ષીય વર્ષાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે શીતલ મહેશભાઈ અમૃતિયા ઈજાગ્રસ્ત થતા તેમની સારવાર કરવામા આવી રહી છે.

નોંધનીય છે કે, મૃતક મહિલા વર્ષાબેન હાઉસવાઈફ હતા. તેમના પતિ શૈલેષ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાન 1 પુત્ર અને 1 પુત્રી છે. વર્ષાબેનના મૃત્યુથી પરિવાર શોકમગ્ન છે. મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.