દુર્ઘટના@ગુજરાત: લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત નીપજ્યા
અનેક લોકો ઘાયલ થયા છે
Jul 8, 2024, 08:11 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે. સાપુતારામાં મોટી દુર્ઘટના ઘટી છે.
સાપુતારા ઘાટ નજીક સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત થયા છે. લક્ઝરી બસમાં 65 જેટલાં મુસાફરો હોવાનું અનુમાન છે.
જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ટ્રકને ઓવરટેક કરવા જતાં લક્ઝરી ખીણમાં ખાબકી હતી.