દુર્ઘટના@મહેસાણા: બાઈક આઇસરના ટાયરમાં આવી જતાં 2 યુવકોના મોત નીપજ્યા

બંને યુવકોનાં ઘટના સ્થળે જ મોત થયાં
 
દુર્ઘટના@મહેસાણા: બાઈક આઇસરના ટાયરમાં આવી જતાં 2 યુવકોના મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં  અકસ્માતની ઘટનાઓ  ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. બહુચરાજી નજીક હાંસલપુર ગામે ટીપી રોડની ચોકડી પર શનિવારે સાંજે ખાનગી કંપનીમાં નોકરી કરતા બે પરપ્રાંતિય યુવકોનું અકસ્માતમાં મોત થયું હતું. આઇસરની ટક્કર બાદ બાઈક પાછળના ટાયરમાં આવી જતાં રોડ પર પટકાતાં બંને યુવકોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં.

હાલ હાંસલપુર ગામે રહેતા અને મૂળ બિહારના આઝાદમિયાં કાલુમીયા  અને રિઝવાન મુખ્તાર મન્સુરી  શનિવારે સાંજના 5-40 વાગ્યાના અરસામાં બાઈક લઇ હાંસલપુર મારુતિ સુઝુકી કંપની સામે જતા ટીપી રોડની ચોકડી પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આઇસર ગાડીના ચાલકે અડફેટે લેતાં બાઈક પાછળના ટાયરમાં આવી ગયું હતું અને બંને યુવકો રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોતને ભેટ્યા હતા.

અકસ્માત બાદ ચાલક આઇસર મૂકી ભાગી ગયો હતો. લાશનું બહુચરાજી સિવિલમાં ડો.મિલવ પટેલ દ્વારા પોસ્ટમોર્ટમ અંગે કાર્યવાહી હાથ ધરાઇ હતી.