દુર્ઘટના@અમદાવાદ: સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં કેમિકલ રિએક્શનની ગંભીર દુર્ઘટનામાં 2 લોકોના મોત

સેફ્ટીના સાધનોના અભાવે મોત થયા, માલિક-સુપરવાઇઝર કર્મીઓને કહેતાં સાધનો નહીં મળે, નોકરી કરવી હોય તો કરો

 
દુર્ઘટના@અમદાવાદ: સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં કેમિકલ રિએક્શનની ગંભીર દુર્ઘટનામાં 2 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં કેમિકલ રિએક્શનની ગંભીર દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે.

જે મામલે મોડી રાત્રે નારોલ પોલીસ દ્વારા દેવી સિન્થેટિક પ્રાવઇવેટ લિમિટેડના માલિક વિનોદ અગ્રવાલ અને ફેક્ટરીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત સામે BNS એક્ટની કલમ 105 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફેક્ટરીના માલિક અને સુપરવાઈઝર કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને સેફ્ટી અંગેના કોઈ સાધનો આપતા ન હતા. કર્મચારીઓ સેફ્ટીના સાધનો આપવા જણાવતા આવા કોઇ સાધનો તમને મળશે નહીં.

ફેક્ટરીના માલિક વિનોદ અગ્રવાલ અને સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત દ્વારા સેફ્ટીના સાધનો ન આપીને જણાવવામાં આવતું હતું કે, જો નોકરી કરવી હોય તો કરો નહીંતર નોકરી છોડી જતા રહો. કર્મચારીઓને મજબૂરીવશ ત્યાં નોકરી કરવી પડતી હતી. જોકે, આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. નારોલ પોલીસે સીસીટીવી ફૂટેજ પરિવારને બતાવ્યા છે પરંતુ તેને જાહેર કરવામાં આવ્યા નથી. જેથી સમગ્ર મામલાને દબાવવામાં પણ આવી રહ્યો હોય તેવું જણાય છે.