દુર્ઘટના@ખેડા: મેશ્વોમાં 2 કિશોરના મોતથી મચી ચકચાર, આકસ્મિક નિધનથી પરિવારોને આભ ફાટ્યું

 સચિને મોહિતના પિતાને મોબાઈલ પર જાણ કરી હતી. 
 
દુર્ઘટના@ખેડા: મેશ્વોમાં 2 કિશોરના મોતથી મચી ચકચાર, આકસ્મિક નિધનથી પરિવારોને આભ ફાટ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકો  કેનાલ,નદી,તળાવ જેવા  જલસંગ્રહના  સ્થાનોમાં નહાવા પડતા હોય છે.ત્યારેય કાતો એ ડૂબી જાય અથવા તળાઈ જાય છે.કેટલાક લોકો તો મૃત્ય પણ પામતા હોય છે.તો લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.તળાવ,નદી,કે કેનાલ જેવા જલસંગ્રહમાં નહાવા ના પડવું જોઈએ,નહીતો લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે.અમદાવાદની એક દુ:ખદ ઘટના સામે આવી છે.અમદાવાદના નારોલ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા પ્રાજલ તેના મિત્ર મોહિત અને સચિન સાથે ખેડા તાલુકાના મહીજ ગામ પાસેથી પસાર થતી મેશ્વો કેનાલમાં નાહવા માટે ગયા હતા.બપોરના સમય કેનાલમાં પાણી ખૂબ જ વધારે હોવાના કારણે મોહિત અને પ્રાજલ પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા જ્યારે સચિનને તરતા આવડતું ન હોવાથી તે કેનાલના કિનારે બેઠો હતો. આ અંગે સચિને મોહિતના પિતાને મોબાઈલ પર જાણ કરી હતી. જેથી મોહિતના પિતા અને તેના માતા સહિત પ્રાજલના પિતા અને મમ્મી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર બંનેના મૃતદેહ જોઈને પરિવારના માથે જાણે આભ તૂટી પડયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.