દુર્ઘટના@આણંદ: બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત

 ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 
 
દુર્ઘટના@આણંદ: બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આણંદ જિલ્લાના બોરસદ પાસે ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે આજે સવારે રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી.

દુર્ઘટના@આણંદ: બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત 

બોરસદના ઝાલોકા પાસે આજે વહેલી સવારે રેતી ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણેય યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોને જેસીબીથી કારના પતરાં ઊંચા કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્રણ કલાકની જહેમત બાદ તમામ 3 મૃતદેહને બહાર કાઢી લેવાયા હતા.