દુર્ઘટના@ગુજરાત: દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત

ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
 
દુર્ઘટના@ગુજરાત: દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે.  દ્વારકામાં આદિત્ય રોડ પર મકાનમાં આગ લાગતા એક પરિવાર આગમાં હોમાયો છે. દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે. વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ ઘરમાં આગ લાગી હતી.


મકાનમાં આગ લાગતા ગૂંગળામણને કારણે ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. મૃતદેહો સરકારી હોસ્પિટલ થાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.


આદિત્ય રોડ પર આવેલા ગૂગળી બ્રાહ્મણ સમાજના ચાર લોકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગૂગળી સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે. આ ઘટનાથી દ્વારકાના ગૂગળી સમાજમાં ભારે શોકનો મોહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


દ્વારકામાં બનેલી આગની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો ભડથું થઈ ગયા છે. જેમાં મૃત્યુ પામેલા લોકોમાં પાવન કમલેશ ઉપાધ્યાય (ઉ.વ. 30), તિથિ પવાન ઉપાધ્યાય (ઉ.વ.27), ધ્યાના (ઉ.વ.7 માસ), ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા)નું મોત નીપજ્યું છે. હવે આ આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.