દુર્ઘટના@બનાસકાંઠા: ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા

ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 
 
દુર્ઘટના@બનાસકાંઠા: થરાદ-ડીસા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા  મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં  સર્જાયો. થરાદ- ડીસા હાઇવે પર ડમ્પરે કારને હડફેટે લીધી. કારમાં એક જ પરિવારના 4 સવાર હતા. આં લોકોને ગંભીર ઇજ થઇ હતી. જેના કારણે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા  મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@બનાસકાંઠા: થરાદ-ડીસા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા  મોત નીપજ્યા

તમામ લોકો એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું.  જેમ પતિ, પત્ની, પુત્ર  અને પુત્રવધુનો સમાવેશ થાય છે.  આ પરિવારના લોકો ઊંજાથી તેમના વતન વાવના ડાભાલીયા  ખાતે જઈ રહ્યા હતા. ત્યારે તેમને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. 

ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. પૂર્વમંત્રી  કીર્તિસિહ વાઘેલા પણ હોસ્પિટલ પહોચ્યા હતા. તેમને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.