દુર્ઘટના@ભરૂચ: બ્રીજ પરથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી, જાણો સમગ્ર ઘટના અકેજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ભરૂચના કેબલ બ્રિજ પર ગાડીમાંથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આજરોજ બપોરના સમયે એક કાર ચાલક ભરુચ નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કેબલ બ્રિજ પર ચાલક પહોંચતા જ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાં ચાલક સમય સૂચકતા વાપરી ગાડીને ઉભી રાખીને સમય સુચકતા વાપરીને બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ આગે ગાડીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે જવાળાની મુખમાં આવી જતાં તે બળીને ખાક થઈ ગઈ હતી.
આ ઘટના બનતા જ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.