દુર્ઘટના@ગુજરાત: બોલેરો અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, 2ના મોત

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકને જોરદાર ટક્કર લાગીને બોલેરો કાર રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને બોલેરોની ટક્કરથી ધડાકા સાથે બાઈક રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી.
 
દુર્ઘટના@હળવદ: કાર ડિવાઈડર કુદી ટ્રક આઈસર સાથે અથડાતા 4 લોકોના મોત થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ભાવનગર તળાજા હાઇવે પર રાજપરા નં 2 પાસે આજે બપોરના દોઢ વાગ્યા આસપાસ બોલેરો અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતાં બાઈક સવાર રાજપરા 2 ગામના માલધારી આલગોતર પરિવારના 2 યુવાનો મેહુલભાઈ રત્નાભાઇ અને ભરતભાઈ બાલાભાઈ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકને જોરદાર ટક્કર લાગીને બોલેરો કાર રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને બોલેરોની ટક્કરથી ધડાકા સાથે બાઈક રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

રાજપરા નંબર 2 ગામના બંને યુવાનો વાડીએથી મોટરસાયકલ પર તેના ગામ જતા હતા, તેવામાં તળાજા થી ભાવનગર તરફ જઈ રહેલ બોલેરો કાર સાથે ટક્કર સર્જાતા આ બનાવ બન્યો હતો. આ બનાવો અંગે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડી પોલીસે આગળની તપાસ કરી રહી છે.