દુર્ઘટના@રાજકોટ: ભક્તિનગર નજીક ટ્રેન હેઠળ કચડાઈ જતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું

ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 
દુર્ઘટના@રાજકોટ: ભક્તિનગર નજીક ટ્રેન હેઠળ કચડાઈ જતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાંજ રાજકોટ શહરેથી ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજકોટનાં ભક્તિનગર નજીક ટ્રેન હેઠળ કચડાઈ જતા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આજે સવારના 9 વાગ્યાની આસપાસ ટ્રેન વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન આગળ કોઇ અજાણ્યા પુરુષે ટ્રેન આગળ પડતુ મૂકતા ટ્રેન હડફેટે આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે 108નો કાફલો દોડી ગયો હતો.

જો કે 108ના EMT નયનાબેન બોદરે તેમને મૃત જાહેર કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. રિધ્ધિ સિધ્ધી પુલ પાસે બનેલી ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.