દુર્ઘટના@ગુજરાત: ચાલુ ઇકો કારમાં આગળથી આખલો ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો

આખલાનું મોત અને ચાલક ગંભીર

 
દુર્ઘટના@ગુજરાત: ચાલુ ઇકો કારમાં આગળથી આખલો ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાધનપુર હાઈવે પર શિહોરી નજીકથી આજે એક ઈકો કાર પસાર થઈ રહી હતી. ત્યારે જ સામેની તરફથી એક આખલો અચાનક આવી ચડ્યો હતો અને કૂદકો લગાવી કારની અંદર ઘૂસી ગયો હતો. વિચિત્ર અકસ્માતના કારણે કારનું પડીકું વળી ગયું હતું.

ઈકો કારના આગળના ભાગે જ આખલો ટકરાયો હોઈ, ડ્રાઈવર કારની અંદર દબાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાટણના ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો.

 જ્યારે આખલાને ગંભીર ઈજા થતાં કારમાં જ મોત થયું હતું. ઈકો કાર અને આખલા વચ્ચે સર્જાયેલા અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. જે રીતે અકસ્માત સર્જાયો હતો એનાં દૃશ્યો જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.