દુર્ઘટના@વેરાવળ: ફોર્ચ્યુનર કારે આઘેડને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું

પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી મામલો થાળી પાડ્યો હતો
 
દુર્ઘટના@રાજકોટ: બાઈક બોલેરો સાથે અથડાતાં 2 સગા ભાઇઓના ટૂંકી સારવારમાં કમકમાટીભર્યા મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. સોમનાથ બાયપાસ પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ફોર્ચ્યુનર કારે રસ્તે ચાલી જઈ રહેલા આઘેડને અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત  નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, ગતરાત્રિના સોમનાથ બાયપાસ પર ડોશીઆંબા વાડી વિસ્તારના વળાંક નજીક કોડીનાર તરફથી વેરાવળ તરફ જઈ રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી રસ્તા પર ચાલીને જઈ રહેલા એક આઘેડને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પ્રાથમિક તપાસમાં મરણ જનાર ડોસીઆંબા વાડી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય રાજાભાઈ ગોવિંદભાઈ વાયલુ હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સમયે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ જતા પ્રભાસ પાટણ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી.

મૃતદેહને પીએમ અર્થે ખસેડી મામલો થાળી પાડ્યો હતો.આ અકસ્માતની ઘટના સંદર્ભે મૃતકના પુત્ર નરસીભાઈ વાયલુ દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફોર્ચ્યુનર કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.