દુર્ઘટના@અમદાવાદ: 2 વર્ષના બાળકનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા તેનું મોત નીપજ્યું

 બાળકના આંતરડા બહાર આવી ગયા હતા
 
 બનાવ@રાજકોટ: બાળકને ઠોકરે ચડાવી  ટ્રેકટર ચાલકે કચડી નાખતા  મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાઓ સામે આવતી જ હોય છે.  અમદાવાદ ગ્રામ્યના બાવળામાં આવેલા કલ્યાણગઢ ખાતે એક કંપનીમાં બે વર્ષના બાળકનું ટ્રેક્ટર ટ્રોલી નીચે આવી જતા તેનું મોત નિપજ્યું હતું. અહીં કામ કરતો કોન્ટ્રાક્ટર અચાનક ટ્રેક્ટર ચાલુ કરીને જતો હતો ત્યારે બે વર્ષનું બાળક ત્યાં રમતું હતું. ચાલકનું ધ્યાન ન રહેતા બાળક પરથી ટ્રોલી ચલાવી દેતા બાળકના આંતરડા બહાર આવી ગયા હતા અને મોત નિપજ્યું હતું.

સમગ્ર મામલે બગોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના વિપુલભાઇ ભુરીયા બાવળાના કલ્યાણગઢ ખાતે રહે છે અને અહીં ગામમાં આવેલી સ્કાયલાઇન એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં નોકરી કરે છે. ગુરુવારે તે સાથી કર્મી સાથે સિમેન્ટના બેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરતા હતા ત્યારે તેમનો બે વર્ષનો પુત્ર વનરાજ ત્યાં રમતો હતો.

થોડા સમય બાદ સુપરવાઇઝર મનોજ ખેર ત્યાં આવ્યા હતા અને સિમેન્ટના બ્લોક ખૂટી પડતા મનોજ ખેરે ટ્રેક્ટર ચાલુ કરીને નજીકમાં જતા હતા. ત્યારે ત્યાં રમતો બે વર્ષનો વનરાજ ટ્રેક્ટર ટ્રોલી નીચે આવી ગયો હતો. જોતજોતામાં આખી ટ્રોલી વનરાજ પરથી ફરી વળતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા અને તેનું મોત નિપજ્યું હતું. જે મામલે બગોદરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી મનોજ ખેર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.