દુર્ઘટના@અમદાવાદ: રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો અને યુવકનો જીવ લીધો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાનો બનાવ સામે આવતો હોય છે. અકસ્માતમાં લાખો લોકો મૃત્યું પામતા હોય છે. અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે. કારની ટક્કરે બાઇક ચાલક યુવકનુ મોત થયું છે. કુલદીપ નામના શખ્સનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે. લોકોનું કહેવું છે કે રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ આ ભયાનક અકસ્માત સર્જ્યો જેમાં એકનો જીવ ગયો છે.
યુવતીએ અકસ્માત કર્યા બાદ આસિસ્ટન્ટ કમિશનરની દિકરી હોવાનુ કહી ધમકાવાની કોશિષ કરાઇ હોવાના પરિવારના આક્ષેપ છે. મૃતદેહ જીવરાજ મહેતા હોસ્પિટલ ખસેડાયો છે. યુવતીને પણ ઇજા પહોંચતા તે પણ જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવી છે. મહિલા કારચાલક પ્રીતિબહેન વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ પોલીસે શરૂ કરવામાં આવી છે.