દુર્ઘટના@અમદાવાદ: ટુ વ્હીલર પર જતી યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત

ઘટના સ્થળે યુવતીનું મોત થયું
 
દુર્ઘટના@અમદાવાદ: ટુ વ્હીલર પર જતી યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈને જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  શહેરના હેલ્મેટ બ્રિજ પર આજે સવારે ટુ વ્હીલર પર જતી એક યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બ્રિજની વચ્ચે ટુ વ્હીલર ચાલક યુવતી જતી હતી ત્યારે વાહનચાલકે ટક્કર મારી હતી. મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે યુવતીનું મોત થયું હતું. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બ્રિજ વચ્ચે અકસ્માત થયો હોવાના પગલે તાત્કાલિક ટ્રાફિક જામ ન થાય તેના માટે ટ્રાફિક બ્રિજ નીચે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક ટુ-વ્હીલર ચાલક યુવતી હેલ્મેટ સર્કલ બ્રિજ ઉપરથી પસાર થઈ હતી ત્યારે અજાણ્યા વાહને યુવતીના એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી યુવતી નીચે પટકાઈ હતી. મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. સૂત્રો મુજબ લક્ઝરી બસના ચાલકે તેને ટક્કર મારી હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી પરંતુ, યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે. ટ્રાફિક જામ થયો હોવાના કારણે પોલીસને પહોંચતા વાર લાગી હતી. બ્રિજની વચ્ચે અકસ્માત થયો હતો અને યુવતીનો મૃતદેહ પણ રસ્તાની વચ્ચે પડ્યો હોવાના કારણે પોલીસે તાત્કાલિક ટ્રાફિકને બંધ કરાવી અને ટ્રાફિક બ્રિજ નીચેથી ડાયવર્ટ કર્યો હતો, જેના કારણે નીચેના તરફ ટ્રાફિક વધુ થયો હતો.