દુર્ઘટના@અમદાવાદ: ઓવરસ્પીડ કાર ડિવાઇડર સાથે અથડાતાં 3 મિત્રોનાં મોત

વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી છે
 
દુર્ઘટના@અમદાવાદ: ઓવરસ્પીડ કાર ડિવાઇડર સાથે અથડાતાં 3 મિત્રોનાં મોત

 અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દુર્ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.અમદાવાદમાં  ફરી ભયાનક  દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું  છે.

અમદાવાદ એસજી હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી છે. હેબતપુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના રોડ પર પૂરપાટ ઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર છ યુવાનો પૈકી ત્રણનાં મોત થયા હતા, જ્યારે બેને ગંભીર ઇઝા પહોંચી હતી. ઉપરાંત અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.જોકે, કારચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધી તેની શોળખોળ શરૂ કરાઇ છે.

દુર્ઘટના@અમદાવાદ: ઓવરસ્પીડ કાર ડિવાઇડર સાથે અથડાતાં 3 મિત્રોનાં મોત

માહિતી અનુસાર, ઓવરસ્પીડમાં જઇ રહેલી કાર ડિવાઇર સાથે અથડાઇને વીજ પોલ સાથે ટકરાઇ હતી. જે બાદ કાર હવમાં ફંગોળાઇ હતી. કાર હવામાં જ ચાર-પાંચ વખત ફંગોળાઇને સામેના રોડ પર પટકાઇ હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોનાં મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. નવા વાડજમાં રહેતા છ મિત્રો રાહુલ પ્રજાપતિ, નરેશ પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ અને નિમેષ પ્રજાપતિ સોમવારે રાત્રે દોઢેક વાગ્યે કાર લઇને કર્ણાવતી ક્લબની સામે અમદાવાદ ફૂડ પાર્કમમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને રાત્રે ત્રણેક વાગ્યે ઘર તરફ પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

નિમેષ ઓવરસ્પીડે કાર હંકારી રહ્યો હતો, ત્યારે જ કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જે બાદ કાર થાંભલા સાથે અથડાઇ હવામાં ફંગોળાઇને સામેની બાજુ રોડ પર પટકાઇ હતી. આ અકસ્માતમાં નરેશ, મિતેશ અને કૌશલનું મોત થયું હતું. જ્યારે પ્રવીણ અને રાહુલને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. કારચાલક નિમેષ પંચાલ સામાન્ય ઇજા થતાં તે ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.