દુર્ઘટના@અમદાવાદ: બેફામ ગતિએ ગાડી હંકારનાર કારના ચાલકે એક ટુવ્હીલરને ટક્કર મારતા ચાલકનું મોત

 કારના ચાલકે એક ટુવ્હીલરને ટક્કર મારી
 
ઘટના@મોરબી: માળીયાના નાના દહીંસરા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી , જેમાં 3 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે સોમવારે મોડી રાત્રે બેફામ ગતિએ ગાડી હંકારનાર કારના ચાલકે એક ટુવ્હીલરને ટક્કર મારી હતી. ટુવ્હીલર ચાલકને ટક્કર વાગતા હવામાં ફગોળાઈને રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓના કારણે ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નવરંગપુરાના શ્રીજી કોમ્પ્લેક્સમાં રહેતા 33 વર્ષીય રીષિભાઇ ઉર્ફે ઋષી મહેતા નોકરી કરે છે.

સોમવારે રાત્રે રીષિભાઇ ટુવ્હીલર લઈને કામ અર્થે નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમની પાછળથી પૂરઝડપે આવેલી એક કારે રીષિભાઇના ટુવ્હીલરને ટક્કર મારી હતી. જેથી રીષિભાઈ રોડ પર પટકાતા તેમને માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજીતરફ અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો.

ઘટનાને પગલે રાહદારીઓએ ભેગા થઇને ઈજાગ્રસ્ત રીષિભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મોડી રાત્રે રીષિભાઇને મૃત જાહેર કર્યા હતા. જે મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.BRTSની અડફેટે રાહદારીનું મોત

શાહપુરમાં રહેતા 55 વર્ષીય શારદાબેન ઉર્ફે બેબીબેન દિલ્લી દરવાજા ખાતે છૂટક કપડાનો ધંધો કરતા હતા. મંગળવારે સવારે શારદાબેન લીમડા ચોક સર્કલ ખાતે કામ પૂર્ણ કરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે BRTS બસના ચાલકે તેમને ટક્કર મારતા તે રોડ પર પટકાતા ટાયર ફરી વળ્યું હતું. બીજીતરફ BRTS બસનો ચાલક બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. શારદાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી મુકેશ અડ(રહે.વસ્ત્રાલ, ઉ.વ.27)ધરપકડ કરી છે.

ડમ્પરની અડફેટે યુવકનું મોત

નિકોલ નરોડા રોડ પર આવેલી સાકાર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય અનંતભાઇ ઝાલાવાડિયા એસજી હાઇવે પર એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. અનંતભાઇ મંગળવારે નારોલથી શાસ્ત્રી બ્રિજ તરફ જતા રોડ પર એએમસી બગીચા ખાતા સામેથી પસાર થતા હતા ત્યારે રોંગ સાઇડમાં આવેલા ડમ્પરની ટક્કરથી તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે.