દુર્ઘટના@અમદાવાદ: ટ્રક પલટી મારતા એક વ્યક્તિનું કચડાઈ જતા મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 ગમખ્વાર અકસ્માતની ઘટના બની
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના ધોળકાના વટામણ ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. તો વટામણ ગામની ચોકડી પર ટેન્કરે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. તો રસ્તા પર ટ્રક પલટી મારતા એક વ્યક્તિનું કચડાઈ જતા મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પાંચ પૈકી એકની હાલત ગંભીર છે. તો ટ્રકચાલકની ઝડપના કારણે રસ્તાની બાજુમાં વેપાર કરતા લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. તો ધોળકાના ધારાસભ્યે ઘટનાસ્થળે મુલાકાત કરી છે. તો સર્કલ મોટું અને ત્રાસુ હોવાના કારણે અકસ્માત થતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે.