દુર્ઘટના@ગુજરાત: હાઇવે પર બેકાબુ ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો

પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
 
દુર્ઘટના@ગુજરાત: હાઇવે પર બેકાબુ ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

માળીયા વાંકાનેર હાઇવે પર બેકાબુ ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.મોટર સાયકલ ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા હિતેશભાઈ કરશનભાઈ ચૌહાણએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા-૧૦ના રોજ તેમના મોટાભાઈ શિવાભાઈ ચૌહાણ પોતાના હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ-36-AG-8562 પર ટીંબડી પાટીયા તરફથી માળીયા ફાટક તરફ પોતાના ઘરે આવી રહ્યા હતા.

એ સમયે માળિયા વાંકાનેર હાઇવે રોડ પર સતનામ કાંટા સામેના રોડ પાસેથી તેઓ પસાર થતાં આરોપી ટ્રક GJ-21-W-7711નો ચાલક પુરપાટ વેગે આવ્યો હતો અને તેણે મોટરસાયકલને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ટ્રક ચાલકે ખાલી સાઈડેથી મોટરસાયકલને અડાડી દેતા શીવાભાઈ ટ્રકમાં અંદરની બાજુએ પડતા તે ટ્રકના ટાયરના પાછળના ખાલી સાઇડના જોટામાં આવી ગયા હતા. આ અકસ્માતને પગલે શીવાભાઈના બંને,પગે કમરના ભાગે અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે