દુર્ઘટના@આણંદ: બેકાબુ ટ્રક રોડની સાઈડમાં ઉતરી જઈ અને ઝાડ સાથે અથડાતા 1 યુવકનું મોત

ટ્રક  ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી
 
દુર્ઘટના@આણંદ: બેકાબુ ટ્રક રોડની સાઈડમાં ઉતરી જઈ અને  ઝાડ સાથે  અથડાતા 1 યુવકનું મોત  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. આણંદ તાલુકાના રામનગર નજીક રાત્રીના સમયે પુરપાટ ઝડપે પસાર થતી ટ્રક રોડની સાઈડમાં ઉતરી જઈ ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચવાથી ટ્રકચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે.

આણંદ તાલુકાના રામનગર નજીક નેશનલ હાઈવે નંબર 8 પર ગતરોજ રાત્રીના સમયે ટાઈલ્સ ભરેલી ટ્રક નંબર TN 52 AB 5828 પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રકના ચાલકે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક રોડની સાઈડમાં ઉતરી જઈ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે ટ્રકના કેબિનનો કુચ્ચો વળી ગયો હતો અને તેનો ચાલક-ક્લિનર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ટ્રકના કેબિનમાં ફસાયા હતા.

અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયાં હતાં અને ટ્રકના કેબિનમાં ફસાયેલા ક્લિનરને બહાર કાઢી સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે, ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે આણંદ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. ફસાયેલા ચાલકને બહાર કાઢ્યાં બાદ તુરંત જ હોસ્પિટલ પહોંચાડવા માટે સ્થળ ઉપર લાઈફ સપોર્ટ ઓન વિલ્સ અને 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

આણંદ ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યું હાથ ધર્યું હતું અને બે કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર તબીબે તપાસ્યાં બાદ આ ટ્રક ચાલકને મૃત જાહેર કર્યો હતો.