દુર્ઘટના@ગુજરાત: આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારતા 2 લોકના મોત નીપજ્યાં
મૃતક થરાદથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સણધર નજીક પુરપાટ ઝડપે આવી રહેલી આર્મીની ગાડીએ બાઈકને ટક્કર મારી હતી.
Updated: Dec 20, 2024, 11:11 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા થરાદમાં આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારતા 2 લોકના મોત નીપજ્યાં. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીચે ઘાયલ થયા છે.
મૃતક થરાદથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સણધર નજીક પુરપાટ ઝડપે આવી રહેલી આર્મીની ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ભયંકર હતી કે બાઈક ઘણું દૂર ફેંકાઈ ગયું હતું.
કારની ટક્કરને પગલે એકનું ઘટના સ્થળે જ જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.