દુર્ઘટના@બનાસકાંઠા: પથ્થર ભરેલો હાઈડ્રોલીક ટ્રક અચાનક પલીટ જતા બાજુમાંથી પસાર થતી 2 કારનો કચ્ચરઘાણ વળી ગયો
ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી
Nov 21, 2023, 17:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં એક અકસ્માતમાં બે કારમાં સવારમાં લોકોને જાણે કે સહેજ માટે જીવ બચી ગયો હતો. બંને કારમાં સવાર લોકોને નવી જિંદગી મળ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાજી નજીક એક હાઈડ્રોલીક ટ્રક પથ્થર ભરેલી હતી અને જે પલટી ગઈ હતી. બાજુમાંથી જ પસાર થતી બે કાર પર પથ્થર પડવાને લઈ બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારને જોતા જ દેખાઈ આવે છે કે કારમાં સવાર લોકો નસીબદાર રહ્યા છે. મોંઘીદાટ કારનો પળવારમાં જ કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતની ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જે બંને લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર બંને તરફ લાંબી લાઈનો વાહનોની જામી હતી. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો.

